Investment in Diamonds now possible in India.

હીરાની ચમકથી અંજાયેલાં હો, પણ ખરીદી પહોંચ બહારની વાત લાગતી હોય તો એક સારા સમાચાર છે.

✔હીરાના ચાહકો હવે 900 રુપિયાના રોકાણમાં સારી ગુણવત્તાનો હીરો ખરીદી શકશે.

✔આ માટે અઢી વર્ષ સુધી દર મહિને 900 રુપિયા ભરવાના રહેશે.

✔તાજેતરમાં ઇન્ડિયન કોમોડિટી એક્સચેન્જને સેબીની મંજૂરી મળતાં દુનિયાનું સૌપ્રથમ ડાયમંડ ટ્રેડિંગ માર્કેટ શરુ થશે.

✔આઈસીઇએક્સ સીસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન શરુ કરવાનું છે જેથી રીટેઇલ બાયર્સ મૂલ્યવાન રત્ન ખરીદી શકે.

✔આ પ્રકારનું એસઆઈપી માર્કેટ બીજે ક્યાંય નથી.

✔એસઆઈપી સ્કીમમાં ખરીદનારે આઈસીઇએક્સના બ્રોકર પાસે એક એકાઉન્ટ ખોલાવી કેવાયસી પૂર્ણ કરાવી, કેટલીક રકમ જમા કરાવવાની રહેશે. તેમ જ બ્રોકરને કહેવાનું રહેશે કે દર મહિનાની કઇ નિશ્ચિત તારીખે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હીરો ખરીદે.

✔30 સેન્ટ, 50 સેન્ટ અને 100 સેન્ટ-એક કેરેટ એમ ત્રણ અલગઅલગ આકારના હીરામાં આ ટ્રેડિંગ શરુ થશે.

✔હીરા ડીમેટ ફોર્મમાં મળવાથી ગ્રાહકના લાભમાં રહેશે કે ઇચ્છે તો એક સેન્ટ હીરો પણ ખરીદી શકાય છે.

✔30 સેન્ટ સુધી વજન થયાં પછી ડીમેટ ફોર્મના હીરાને ફિઝિકલ ફોર્મમાં કન્વર્ટ કરી શકાશે.

✔50 સેન્ટ અને 1 સેન્ટના હીરા માટે પણ એસઆઇપી સ્કીમ રાખવામાં આવી છે.

✔હાલમાં 30 સેન્ટ હીરાની કીમત 24,000 રુપિયા છે એટલે 900 રુપિયે એક સેન્ટ મળે.

✔જો 30 મહિના સુધી 900 રોકાણ કરવામાં આ તો અઢી વર્ષ પછી હીરો તેના હાથમાં આવી જાય.

✔હા એક વસ્તુ છે કે આઈસીઇએક્સમાં હીરાની કીમતના આધાર પર દર મહિને એસઆઇપી રકમ વધતી ઓછી થઇ શકે છે.

✔ઇસીઆઈસી અધિકારીના જણાવ્યાં મુજબ જો રોકાણકર્તા કેટલાક મહિના પછી એસઆઇપી રકમ ન આપી શકે તો શેરની જેમ જ તેણે જેટલા વજનનો હીરો ખરીદી લીધો હોય તે ડીમેટ એકાઉન્ટમાં જમા રહેશે અને ફરી જ્યારે ખરીદી શરુ કરવી હોય ત્યારે કરી શકે છે.

✔આ ઉપરાંત, એસઆઇપી અવધિ દરમિયાન પોતાના એકાઉન્ટમાં જમા હીરાને આઇસીઇએક્સ પર વેચી પણ શકાય છે અને માર્કેટમાં જે કીમત હોય તે રોકડી કરી શકાય છે.

✔આઇસીઇએક્સ જોકે પ્રાકૃતિક હીરાની ટ્રેડિંગની મંજૂરી આપશે.

✔આ ક્ષેત્રની મોટી કંપની ડીબીયર્સ હીરાની શુદ્ધતા, ગુણવત્તા,કટ, પોલિશ વગેરેનું સર્ટિફિકેટ આપશે.

✔જ્યારે દુનિયાની સૌથી મોટી ડાયમંડ કુરિયર કંપની માલ્કા પોતાના ભારતીય એકમ માલ્કા એમિટ દ્વારા ગ્રાહક સુધી હીરો પહોંચાડસે.