Investment AdvisoryNews and Events

શુ તમે ટેક્સ બચત માટે પીપીએફ માં રોકાણ કરો છો? તો આ એક વિકલ્પ પણ વિચારો..

જો તમે આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ કર બચત માટે પી.પી.એફ મા રોકાણ કરો છો તો જાણી લેજો કે પી.પી.એફના વ્યાજ દર છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઘટી રહયા છે અને આવનારા સમયમાં આ દર હજુ પણ ઘટી શકે એવી સંભાવનાઓ છે.

આવા સંજોગોમાં આપના રોકાણોનું વળતર ફુગાવાના દર કરતા પણ ઓછું રહેશે. પરિણામે આપની મૂડીમાં ઘસારો થાય છે. પી.પી.એફ. ના વ્યાજદર ઘટવાની સાથે અન્ય આકર્ષક વિકલ્પ તરીકે મ્યુચ્યુઅલ ફંડસની ઇકવિટી લિંકડ સેવિંગ્સ સ્કીમ (ઇ.એલ.એસ.એસ.) માં રોકાણ આપને કર બચતની સાથે લાંબા ગાળે સારું વળતર આપી શકે છે. ઈનકમ ટેક્સ એક્ટ ની કલમ 80 સી હેઠળ હાલના પ્રાવધાન પ્રમાણે આ સ્કીમમાં નાણાકીય વર્ષમાં રૂ. 1,50,000 સુધીનું રોકાણ

  • તમારી ફુલ્લ આવક માંથી બાદ મળશે પરિણામેં ટેક્સમાં બચત થશે.

મ્યુચ્યુઅલ ફંડસની કેટલીક ટેક્સ સેવિંગસ સ્કીમોએ રોકાણકારોને ખૂબ સારા વળતર આપ્યા છે. આ સ્કીમોમાં એક સાથે અથવા દર મહિને એસ.આઈ.પી.ના માધ્યમથી રોકાણ કરી શકાય છે.

ટેક્સ સેવિંગસ સ્કીમોમાં રોકાણો ની રકમની કોઈ મર્યાદા નથી પણ કલમ 80સી હેઠળ રૂ.1,50,000 સુધીના રોકાણો જ આવક માંથી બાદ મળશે. આ ઉપરાંત માત્ર ટેક્સ બચત ના હેતુ સિવાય પણ એક સારા વળતર માટે આ સ્કીમોમાં રોકાણ કરી શકાય છે.

મ્યુચ્યુઅલ ફંડસના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા સ્કીમ ઇન્ફોર્મેશન ડોક્યુમેન્ટસનો અભ્યાસ કરવો.

Comment here