SIP vs Mercedes Benz (SIP અને મર્સિડીઝ બેન્ઝ)

Bhavesh Patel CFP® > Blog > Investments > Mutual Funds and ETFs > SIP vs Mercedes Benz (SIP અને મર્સિડીઝ બેન્ઝ)

મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયા ના નવા એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી સંતોષ આયર એવું કહે છે કે ભારતીયો ની મયુચ્યુઅલ ફંડમાં SIP કરવાની અને આવનારી પેઢી માટે બચત કરવાની વૃત્તિ ના લીધે એમની ગાડીઓનું વેચાણ અને માંગ ઘટી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા સાથે વાત કરતા એમનું કહેવું છે કે મર્સિડીઝ બેન્ઝ ની લોનની EMI ભરવાની જગ્યાએ ભારતના લોકો એમની બચત દર મહિને મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં SIP માં રોકાણ કરે છે. એમણે કહ્યું કે ગ્રાહક દ્વારા મર્સિડીઝ માટે જેટલી પૂછપરછ કરવામાં આવે છે એના ૧૦% ગ્રાહકો જ કારની ખરીદી કરે છે.

વેલ, આ જર્મન કાર નિર્માતા કંપનીના નવા વરાયેલા MD અને CEO શ્રી ઐયર ના આ વિધાનથી એટલું નિશ્ચિત છે કે મર્સિડીઝ જેવી કંપનીઓ ને અન્ય લક્ઝરી કાર નિર્માતા કરતા પણ SIP કે મ્યુચ્યુઅલ ફંડની હરિફાઈ વધુ કનડગત કરી રહી છે. રહી વાત ભારતીયો ની બચત વૃત્તિની તો કદાચ આજ એક કારણ છે કે જ્યારે આજે વિશ્વના મોટાભાગના વિકસિત દેશોના અર્થતંત્રમાં મંદીનો માહોલ છે ત્યારે ભારતનું અર્થતંત્ર મજબુત છે અને હજુ પણ વધુ મજબૂત બનશે.

કદાચ શ્રી ઐયરને SIP ની સાચી તાકાતનો અંદાજો નથી. એમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ SIP જ ભવિષ્યમાં એમના ૧૦%ના કનવર્જન રેશિયોને વધારીને ૨૦-૨૫% કરી શકે છે અને એ પણ કેશથી. લોનની નહિ.

બચતના સારા એવા ભાગનું જો લક્ઝરી કાર ની લોન ના EMI ભરવા કરતા જો SIP કરવામાં આવે તો તમે પણ મર્સિડીઝ લઇ શકો છો. જુવો આ બે ઈમેજ જેમાં દર્શાવેલ છે કે જો આપને મર્સિડીઝ સી ક્લાસ જો ૫ વર્ષ પછી અને ૧૦ વર્ષ પછી લેવાની ઈચ્છા હોય તો દર મહિને કેટલી SIP કરવી પડે.

Amount of SIP Required per month for buying mercedes C Class after 10 Years
Amount of SIP Required per month for buying mercedes C Class after 5 Years

Leave a Reply